સમણાં એ તો સમણાં છે સમણાં એ તો છે સમણાં
હોય કદી વેધક, કદી નમણાં, સમણાં છે એ તો સમણાં
ડૂબ્યા જ્યાં એમાં, આવે બમણાં, સમણાં એ તો છે સમણાં
હોય કદી પ્રેરક, કદી બિહામણાં સમણાં છે એ તો સમણાં
તણાયા જ્યાં સમણામાં, કરે ઊભી જીવનમાં એ વિટંબણા
હોય કદી ઇચ્છાના પૂરક, બને સંશોધક છે એ તો સમણાં
આવ્યા દબાણમાં જ્યાં એની, કરી જાય ઊભી એ તો ભ્રમણા
કરે ઊભી એ સંભાવના, દઈ જાય કદી એમાં એ સંભારણાં
આવે કદી લઈને જીવનમાં, સુખના જીવનમાં તો એ દુઃખણાં
બનાવજો ના સમણાંને ધારણા કદી બની જાશે પ્રેરણા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)