એવી ચતુરાઈ શા કામની રે, એવી ચતુરાઈ શા કામની
જે ચતુરાઈ રાખે સહુને તો દૂર, એવી ચતુરાઈ શા કામની
જે ચતુરાઈ સમજવા ના દે સીધું, એવી ચતુરાઈ શા કામની
જે ચતુરાઈ કરાવે અનિષ્ટ અન્યનું, એવી ચતુરાઈ શા કામની
જે ચતુરાઈ કરાવે વિખવાદ સંબંધોમાં, એવી ચતુરાઈ શા કામની
જે ચતુરાઈ કરાવે અહં ઊભો જીવનમાં, એવી ચતુરાઈ શા કામની
જે ચતુરાઈ વપરાય અસત્ય આચરણમાં, એવી ચતુરાઈ શા કામની
જે ચતુરાઈ વપરાય અન્યને ઉતારી પાડવામાં, એવી ચતુરાઈ શા કામની
જે ચતુરાઈ વપરાય અન્યની પ્રગતિ રોકવામાં, એવી ચતુરાઈ શા કામની
જે ચતુરાઈ વપરાય ખોટી પ્રતિષ્ઠા, ઊભી કરવામાં, એવી ચતુરાઈ શા કામની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)