હૈયું તારું જેમાં હા કરે, જરૂરી નથી કોઈ કદર એની કરે ના કરે
માંગે છે જીવન તો પાસે તો તારી, મક્કમતાથી તું ડગલાં ભરે
પ્રશંસાને તો દેજે જીવનમાં તો ત્યજી, જેમ કમળ પરથી જળબિંદુ સરે
કરજે પ્રેમને મજબૂત એવો, અન્યનું ચિત્તડું ને મનડું તો એ હરે
દુઃખદર્દને જાજે ભૂલી, જીવનમાં મુસીબતોથી તો તું શાને ડરે
રાહ હશે જીવનની જો સાચી, મદદ પ્રભુ એમાં જરૂર એને કરે
વાસનાઓએ દીધી ઉપાધિઓ જીવનમાં, એની પાછળ શાને મરે
લોભલાલચે વાળ્યો દાટ જીવનમાં, એમાં ને એમાં શાને ફરે
કેટલાં કર્મો જીવનમાં નડે, માનવી જીવનમાં તોય એવાં કર્મો કરે
વળે ના જીવનમાં જ્યારે પોતાનું, માનવી બહાનાં આગળ ધરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)