અંત જેનો ના દેખાય, શરૂઆત તેની ક્યાંથી સમજાય
નાશ જેનો દેખાય, તેનો ભરોસો કેટલો રખાય
સમુદ્રનાં જળ છે બહુ ઊંડાં, એનું માપ ના કઢાય
મન પણ છે બહુ અનોખું, એની ચાલ ના સમજાય
પ્રેમનું જોર છે બહુ મોટું, એનું જોર ના સમજાય
કાચા તાંતણે ખેંચાય જ્યારે, સાનભાન ભૂલી જવાય
ભાવની દુનિયા છે અનોખી, ભાવના સમુદ્ર લહેરાય
ન પકડાતો એ પ્રભુ, ભાવથી જરૂર એ બંધાય
ભાવથી બંધાય પ્રભુ જ્યારે, એ કદી છૂટી ન જાય
માટે ભક્તિમાં સદા ભરજો, ભાવ એવો સદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)