દેખાદેખીમાં તો તેં શું દીઠું છે, જે પાસે નજરમાં ના એ આવ્યું
હતું શું ના જે પાસે તારી, દેખાદેખીનું શરણું તો લેવું પડયું
વધારી વધારી ઇચ્છાઓ જીવનમાં, ના એને તો પહોંચી શકાયું
ભૂલીને યત્નો તો જીવનમાં, શાને દેખાદેખીનું શરણું લીધું
પોષવા ખોટા અહં, મનડું દેખાદેખી પાછળ તો દોડયું
લાંબા પાછળ ટૂંકો જાયનો ઘાટ જીવનને એવું બનાવ્યું
હરેકનાં કર્મો હતાં જુદાં, ખુદનાં કર્મોનું ભાથું નજરે ના ચડયું
નજર નજરમાં ચડયું ભાથું બીજનું, મનડું દેખાદેખીમાં ખેંચાયું
વિકસ્યું મૂળ ઈર્ષ્યાનું હૈયામાં, જીવન દેખાદેખી પાછળ દોડયું
ચડયું જીવન જ્યાં દેખાદેખીના રવાડે, જીવન એમાં તો ખેંચાતું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)