મન ના હતું જીવનમાં, પ્રેમને અધૂરું પાત્ર આવી રીતે નહોતું બનાવવું
પ્રેમની નાવમાં બેસાડીને જીવનમાં, છેદ એમાં આવું તો નહોતું પાડવું
હર હાલમાં ખુશ રહેવું હતું જ્યારે, દુઃખનું વાદળ ઘેરું શાને બનાવ્યું
માણવી હતી પ્રેમની રંગત જાતને, પ્રેમની સંગતથી શાને દૂર ને દૂર રાખ્યું
પ્રેમના પ્યાલા પીવા હતા જીવનમાં, નજર બહાર પ્યાલાને શાને રાખ્યું
પ્રેમ ભૂલી દુઃખદર્દમાં ચિત્તને ને મનને, શાને એમાં ને એમાં પરોવી રાખ્યું
પ્રેમમાં પીગળવું, પ્રેમમાં પિગાળવું, દિલને પૂરું પ્રેમપાત્ર છે બનાવવું
પ્રેમથી પ્રભુને પૂજવું, પ્રેમને તો દિલનો પ્રિયમાં પ્રિય ખોરાક બનાવવું
દિલમાં પ્રેમનો પૂરો બાગ ખીલવતા, પ્રેમને અંતર સ્થળ સુધી પહોંચાડવું
પ્રેમસ્વરૂપ પ્રભુને પધરાવવા દિલમાં, શાને દિલને પ્રેમમાં અધૂરું રાખવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)