મસ્તીભર્યાં મતવાલા, એવા નટખટ નંદકિશોર નખરાળા
ગોકુળમાં ગાયો ચરાવી, કહેવાયા ત્યારે તમે ગાયોના ગોપાળા
વ્રજની નરનારીનાં ચિત્ત ચોર્યાં, ધાંર્યો ગોવર્ધન ગોવર્ધનધારી કહેવાયા
ઊભો ના સીધા, ચાલો ના સીધા, સંસારમાં વાંકી ચાલ ચાલનારા
નંદને દ્વાર ઊછરીને વ્હાલા, કહેવાયા ત્યારે તમે તો નંદલાલા
હર્યું ચિત્ત ગોકુળનું, હર્યું ચિત્ત જશોદાનું, કહેવાયા જશોદાના લાલા
મુર દૈત્યને મારી બન્યા મુરારિ, મીઠી મીઠી બંસરી વગાડનારા
મોરમુગટ ધારી, પીતાંબર ધારી, મરક મરક હસી ચિત્ત ચોરનારા
ભરી સભામાં રાખી લાજ દ્રૌપદીની, બન્યા તમે ત્યારે ચીર પૂરનારા
આવ્યા શરણે જે તમારે, ભવદુઃખ એના તો ભાંગનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)