બનાવી શકશે જીવનમાં એને એ ક્યાંથી, જીવનમાં જેણે એને જોયા નથી
સમજાવી શકશે એને એ ક્યાંથી, જીવનમાં તો એને જે સમજ્યા નથી
ધર્મને નામે જેણે રોટી પકાવી, પેટ પોતાનું ભર્યાં વિના રહેવાના નથી
એકતાના સૂર ઊઠશે ક્યાંથી એ દિલમાં, જે દિલ પોતાપણું ભૂલ્યું નથી
અશક્તિમાં ડૂબ્યા રહેશે જીવનમાં તો જે, કોઈને મદદ એ કરી શકવાના નથી
પ્રભુની ચાલને જીવનમાં જે સમજ્યા નથી, આશ્ચર્યમાં પડયા વિના રહેવાના નથી
જીવનના દોરનો ભરોસો કરવા જેવો નથી, તૂટશે ક્યારે એ સમજવાનું નથી
હર હાલમાં ખુશ પડશે રહેવું જીવનમાં, બીજો કોઈ એનો ઇલાજ નથી
ચાલ્યા માયાની રાહે જીવનમાં, જ્યાં દુઃખી થયા વિના એ રહેવાના નથી
ક્યાંથી કાઢી શકાશે અંદાજ તો એના, પેટની વાત બહાર જે કાઢતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)