સંબંધોથી તો છે જગમાં સહુ બંધાયેલા, વર્તે જાણે એની સાથે છે શું લેવાદેવા
કોઈ ને કોઈ તાંતણાથી છે સહુ બંધાયેલા, શોધ્યા એ તાંતણા જલદી નથી જડતા
સંબંધો ને સંબંધોમાં મસ્ત એવા બન્યા, પ્રભુ સાથે સંબંધ પૂરા ના બાંધી શક્યા
છુપાયેલા હતા હરેક સંબંધમાં અહંના તાંતણા, તાંતણા એ તો નડતા ને નડતા રહ્યા
અજાણતાં ખેંચાયા જ્યાં એ તાંતણા, સંબંધોને ઢીલા ને ઢીલા તો એ કરતા ગયા
કરવા હતા મજબૂત પ્રેમના તાંતણા, તાંતણા અહંના તો મજબૂત કરતા ગયા
મજબૂત બનતા ગયા જ્યાં અહંના તાંતણા, પ્રેમના તાંતણા ઢીલા ને ઢીલા પડતા ગયા
પ્રેમના તાંતણે બંધાશે સંબંધો સાચા, શું માનવ કે પ્રભુને, એ તાંતણા તો બાંધવા
છે દુઃખદર્દ સર્જાયાં તો કર્મથી, છે કર્મો સાથે તો એને તો લેવાદેવા
શા કાજે જીવનમાં તો કર્મોને, સંબંધોને સંબંધોની વચ્ચે તો આવવા દેવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)