જ્ઞાનનાં તેજ હૈયામાં જો ના પથરાંયાં, છે ત્યાં જ્ઞાનનાં તો અંધારાં ને અંધારાં
ભક્તિનાં તેજ હૈયામાં જો ના પથરાંયાં, છે ત્યાં ભક્તિનાં તો અંધારાં ને અંધારાં
પ્રેમનાં તેજ હૈયામાં જો ના પથરાંયાં, છે ત્યાં પ્રેમનાં તો અંધારાં ને અંધારાં
વિવેકનાં તેજ હૈયામાં જો ના પથરાંયાં, છે ત્યાં વિવેકનાં તો અંધારાં ને અંધારાં
શ્રદ્ધાનાં તેજ હૈયામાં જો ના પથરાંયાં, છે ત્યાં શ્રદ્ધાનાં તો અંધારાં ને અંધારાં
ભાવનાં તેજ હૈયામાં જો ના પથરાંયાં, છે ત્યાં ભાવનાં તો અંધારાં ને અંધારાં
સદ્ગુણોનાં તેજ હૈયામાં જો ના પથરાંયાં, છે ત્યાં સદ્ગુણોનાં તો અંધારાં ને અંધારાં
સુખનાં તેજ હૈયામાં જો ના પથરાંયાં, છે ત્યાં સુખનાં તો અંધારાં ને અંધારાં
શક્તિનાં તેજ હૈયામાં જો ના પથરાંયાં, છે ત્યાં શક્તિનાં તો અંધારાં ને અંધારાં
આનંદનાં તેજ હૈયામાં જો ના પથરાંયાં, છે ત્યાં આનંદનાં તો અંધારાં ને અંધારાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)