ધરતી છે કાર્યક્ષેત્ર કર્મનું, છે વિચાર તો બળતણ એનું
શ્રદ્ધા ને અડગતા તો છે જીવનમાં, એ તો કર્મોની કામધેનુ
નયનોની નિર્મળતા ને હૈયાની સરળતા, છે અનોખું બળ એનું
કહી ના શકશે કોઈ જગમાં, મળ્યું ફળ જીવનમાં કયા કર્મનું
છે નિયમ સરળ કુદરતનો, વાવ્યાં જે બીજ મળશે ફળ એનું
યાદ નથી કર્મો જેને જેનાં, કહી શકશે ક્યાંથી છે ફળ એ કયા કર્મનું
તોડી શક્યા નથી દીવાલ કર્મની, કર્મોનું ફળ મળતું રહેવાનું
લાગશે ઘા કર્મોના જીવનમાં, કાં પડશે ભોગવવું કાં ઉપર ઊઠવું
તોડી શકાશે ના જો કર્મોની દોરી, પડશે એનાથી બંધાઈ રહેવું
પડશે કરવાં સમજીને કર્મો, પડશે જગમાં જીવન એવું જીવવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)