પીડાતો ને પીડાતો રહ્યો છે માનવ જીવનમાં, પ્રભુ તરફ જલદી કેમ વળતો નથી
ક્ષણ બે ક્ષણનો જાગે વેરાગ્ય, પાછો માયામાં લપટાયા વિના એ રહ્યો નથી
ચડયાં છે પડળ માયાનાં નજરને, હૈયા ઉપર, એના વિના બીજું દેખાતું નથી
હું ને હુંમાં રહ્યો ડૂબ્યો, હું વિનાની દુનિયા એ કલ્પી શકતો નથી
વિચારો ને ભાવોમાં હુંને સમાવ્યો, હું વિના ખાલી એને રાખી શક્યો નથી
હુંની આસપાસ ફરે છે જગ એનું, હુંને એમાં એ ફેરવ્યા વિના રહ્યો નથી
હુંએ ડુબાવ્યો અહંમાં એને, પરિણામો ભોગવ્યા વિના હવે છૂટકો નથી
સુખદુઃખનું વહ્યું લોહી જીવનમાં, એ આવ્યા વિના એ રહ્યો નથી
પ્રભુની ભક્તિ, માયાની ભક્તિ જ્યાં વધી, અસ્થિર રહ્યા વિના એ રહ્યો નથી
વિતાવવું છે સ્થિર જીવન એણે, ભક્તિ વિના સ્થિર એ બની શકવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)