જાવું મારે ક્યાં...... (2)
અગર જો રિસાસે તું મુજથી, રહેશે અગર મુજથી જો તું છુપાઈ
મૂંઝાઉં જ્યારે જ્યારે જીવનમાં, લાવું પાસે તારી, જાવું બીજા દ્વારે ક્યાં
નાતો છે જૂનો ને પીડા છે પુરાણી, જઈને કહેવી એને તો ક્યાં
ક્ષણ બે ક્ષણની નજર તો તારી, દે છે શાંતિ હૈયાંમાં, મેળવું બીજે ક્યાં
પ્રેમનો નાતો, જોડયો છે તુજથી, જઈ બીજે, જોડું એને તો ક્યાં
દઈ દઈ ક્ષણ ક્ષણના દીદાર, તડપાવી અમને, મળી તને શું મજા
ચેન તો છે મારી જિગરની તો તું, મેળવવા નથી જાવું મારે બીજે
મારો દાતા તો તું છે, છે મારી તું વિધાતા, નથી જાવું મારે બીજે
થાક્યો હારેલો હું, આવ્યો પાસે તારી, આરામ પામું, નથી બીજે મારે જાવું
તોફાનીમાં પણ તોફાની આવી પાસે તારી, પામે શાંતિ, નથી બીજે મારે જાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)