એ તો તને થકવી જાશે જીવનમાં, એ તો તને થકવી જાશે
જીવનમાં ખોટી આશાઓ ને તારી મોટી તો મહત્ત્વકાંક્ષાઓ
કારણ વિનાના ઝઘડાઓ ને હૈયાંમાં જલતી વેરની જ્વાળાઓ
વસી દૃષ્ટિમાં જ્યાં ખોટી ભાવનાઓ, પંપાળી જીવનમાં ઇચ્છાઓ
જીવનમાં દુઃખના ડુંગરો ને ખડકાતી જીવનમાં નિરાશાઓ
છોડયા જીવનમાં જ્યાં સદ્ગુણો, અપનાવ્યા જ્યાં દુઃર્ગુણો
રાખીશ નયનોમાં તિરસ્કાર ભર્યો, માંડીશ ના પ્રેમના પગલાંઓ
બિરદાવીશ ના અન્યના ગુણોને, રહીશ કાઢતો ખોડખાંપણો
સ્વપ્રશંસામાંથી પડીશ ના નવરો, જોઈ શકીશ ક્યાંથી અન્યના દુઃખો
રહીશ સમય વેડફતો, દેખાશે મરણનો ઝાંપો, જાગશે હૈયાંમાં બળાપો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)