માનું કે ના માનું, છો કે નહીં, પ્રભુ તમે તો આ જગમાં
રહ્યો છે ને છે તું તો સદ્ગુણોનું સર્વોચ્ચ શિખર તો જગમાં
મળે કે ના મળે, દીદાર તારા, પ્રભુ આ જગમાં તો આ જીવનમાં
દઈ રહી છે પ્રેરણા, સદા જીવનમાં તો તારી એ શિખર સર કરવા
કહી શકું ક્યાંથી, છીએ એક કાંઠે તો અમે, છે જ્યાં બંને કાઠાં તો તારા
દઈ દઈ રહ્યો છે, સદા માર્ગ બતાવતો વીજળીના અનેક ચમકારે
મોહના પડળમાં, ના જોયા ના સમજયા અમે તારા ઇશારા
સમજ્યા ના સમજ્યા, અમે અમારા તોરમાં, નથી એ દોષ તમારા
ઝીલ્યા ના ઝીલ્યા અમે, અટકયા નથી કાંઈ તારા પ્રેમના ઝરણા
દુઃખી થયા અમે, ના સુખી રહ્યાં એમાં તમે, જ્યાં હાથ અમે તારા બાંધ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)