નાની નાની જીતો મેળવી તો જીવનમાં, જીવનમાં શું હરખાય છે
મોટી મોટી જીતો મેળવવી તો જીવનમાં, હજી તો બાકી છે
ચાલ્યો જીવનમાં તો જ્યાં થોડું, શાને એમાં તો તું થાકી જાય છે
જીવન તો છે લાંબી મુસાફરી, ચાલવું હજી ઘણું ઘણું બાકી છે
પીધા ના પીધા, પ્રેમનાં બે બિંદુઓ, જીવનમાં શાને પોરસાય છે
પ્રભુના પ્રેમનો સાગર તો જગમાં, પીવાનો હજી તો બાકી છે
દુઃખદર્દ જાય છે હરાવી જ્યાં જીવનમાં, જીત મેળવવી હજી તો બાકી છે
ઇર્ષ્યા ને ક્રોધ સામે ઘૂંટણીએ પડયો, કાબૂમાં લેવા એને હજી તો બાકી છે
ચિત્ત રહ્યું જગમાં સદા ભમતું ને ભમતું, કાબૂમાં લેવું એને હજી તો બાકી છે
આગ જલે છે, નાના મોટા વેરની હૈયાંમાં, કરવી શાંત તો એને હજી બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)