કહેવી છે રે માડી મારે મનની ઘણી ઘણી વાતો, આજે તો એ કહેવા દે
આવ્યો છું આજ દ્વારે તો તારા, હૈયું મારું આજ મને ખાલી તો કરવા દે
ગમતું ના ગમતું દીધું ઘણું ઘણું જીવનમાં, યાદી એની મને કરવા દે
યાદીમાં આવી વસજો તો સદા, એવી ઘણી ઘણી યાદોથી જીવન ભરવા દે
ખોલું આંખ મળે દર્શન તારા, બંધ આંખે સંભારણા તારા જીવન એવું જીવવા દે
દુઃખદર્દ હટાવી ના શકે દિલમાંથી યાદો તારી, દિલને એવું કરવા દે
કાઢી ના શકે હૈયાંમાંથી તારા, તારા હૈયાંમાં મને એવો વસવા દે
ભ્રમણાઓ જીવનમાં બધી મારી ભાંગજે, મારી નજરને દિલમાં તને એવી વસવા દે
ભરી ભરી હૈયાંના ભાવો મારા પીજે, તારા પ્રેમના પ્યાલા પ્રેમથી પીવા દે
નજદીકતા ની નજદીકતા છે તુજમાં સમાવું, પ્રેમથી મને તારામાં સમાવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)