અદીઠ ભય ને અદીઠ વિચારો, રહે સદા સતાવતા અમને
અમે નિર્ભય એમાં નથી બની શકતા, નિર્ભય નથી રહી શક્તા
કલ્પનાઓ રહે સદા વધારો કરતી ને કરતી તો એમાં
ભયના હાઉથી થયા શિક્ષણ શરૂ, દિલમાં ઊંડા એ ઊતરી ગયા
પેઠી બીક હારની જ્યાં હૈયાંમાં, બીજ ભયના એમાં વિકસ્યા
મળશે ના મળશેની શંકાઓ, ભય હૈયાંમાં ઊભા એ કરી ગયા
બિનઆવડતની જાગી કંપારી જ્યાં હૈયાંમાં, ભય ઊભા કરી ગયા
વેર અપમાન જગાવી ગયા અસલામતી, ભય ઊભો એ તો કરી ગયા
શંકાઓ ને શંકાઓને આમંત્રણ દેતા ગયા હૈયાંમાં, ભય ઊભોકરી ગયા
સ્થાપી ના શક્યા મૂર્તિ વિશ્વાસની હૈયાંમાં, ભય એના ચરણે ના ધરી શકયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)