મને તારા ખયાલોમાં ખોવાવું ગમે (2)
તારા વિનાની એક પળ, કરવી પસાર તો ના ગમે
તને શું ગમે કે શું ના ગમે, ખબર એની મને ના પડે
પણ સદાય હું તો હસ્તો રહું, તને એ તો જરૂર ગમે
તારા પ્રેમના પ્યાલા નિત્ય પીવા મળે, બીજું મને એના વિના શું ગમે
જોયું નથી મેં મુખડું તારું, મારી કલ્પનામાં દેખાયું મુખડું તારું મને એ તો ગમે
છું દૂર કે પાસે, ના જાણું એ કાંઈ હું, મારા હૈયાં સાથે ખોટી રમત રમે એ ના ગમે
કહેતો રહીશ મારી ગમવાની વાતો, તારી ગમવાની વાતો એકવાર તો તું કહે
મિલન થયા ના થયા, રિસામણા મનામણા ના થયા, જીવન એવું ના ગમે
જ્યાં બાંધ્યો છે નાતો સાથે તો તારી, નિભાવી જાણું કે ના જાણુ તું નિભાવજે
હું છુ જગનો વાસી, તું સકળ નિવાસી, તારીને મારી મૈત્રી વધે તૂટી ના પડે
હાલ મારા મનના તેં જોયા, ભાવો રજૂ કર્યા, એકવાર ભાવ કહેવા તારા તું આવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)