માંગે છે માંગે છે, જગમાં તો સહુ, કોઈને કોઈની પાસે તો માંગે છે
કર વિચાર એકવાર તો તું જીવનમાં, જીવન તારી પાસે શું માંગે છે
જગમાં જીવનમાં માનવ, પ્રભુ પાસે તો નિત્ય કાંઈને કાંઈ તો માંગે છે
માંગે બાળકો તો વડીલો પાસે, વડીલો બાળકો પાસે તો શિસ્ત માંગે છે
સ્થપાયા જગમાં ગુરુ શિષ્યના સંબંધો, અન્યોન્ય એકબીજા પાસે માંગે છે
સંતાન માંગે માતપિતા પાસે, માતપિતા સંતાન પાસે તો માંગે છે
બેન માંગે તો ભાઈ પાસે, ના ભાઈ એને એમાં તો ખાલી રાખે છે
મિત્રતાના દાવામાં પણ જગમાં, માંગવાનું તો ભાગ એનો ભજવે છે
લેણદેણના સંબંધો ચાલે છે જગમાં એકબીજા, એકબીજા પાસે તો માંગે છે
બચ્યું નથી જગમાં કોઈ આમાંથી, કોઈ કોઈની પાસે તો કાંઈક માંગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)