ઘડી બે ઘડીની રાહ તો જુઓ, ઉતાવળે અભિપ્રાય શાને બાંધી લીધો
ઉતાવળે કરાવી ઘણી ભૂલો જીવનમાં, બોધપાઠ શાને એમાંથી ના લીધો
મનની સ્વસ્થતાના હતા ના પ્રમાણપત્રો પાસે, શેના આધારે અભિપ્રાય લીધો
ઉતાવળનું ભૂત શીર પર શાને ચડયું, અભિપ્રાય બાંધવા મજબૂર બન્યો
બાંધ્યા કંઈક અભિપ્રાયો જીવનમાં, પડયા શું એ સાચા, ઉતાવળે અભિપ્રાય શાને બાંધ્યો
પડતા ખોટા થાશે હાલત શું એમાં, કદી વિચાર એનો તો શું કર્યો
ધારણા ઉપર હોય જો આધાર એનો, કેટલી ધારણાઓમાં તો સફળ રહ્યો
તપાસ્યા સર્વે પાસાઓ બે વાર શું એના, બેબાકળા બની અભિપ્રાય લીધો
કરશે અસર જીવન પર, અસર એ તારા, વિચાર કદી એ તો તેં કર્યો
હરેક અભિપ્રાયો તારા ભજવશે ભાગ જીવનમાં તારા, શું એ તો તું ભૂલ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)