તારું રૂપ માડી જગમાં તો પ્રિયથી પણ પ્રિય છે
જગમાં છે જે જે કાંઈ પ્રિય, એમાં એ તો ઉત્તમ છે
છે મારો તો તું સુખનો સાગર, નિત્ય એમાં નહાવું છે
છે તું તો વિમળતાનો સાગર, તુંજ એનો કિનારો છે
છે તું તો પ્રેમનો મહાસાગર, તુંજ એનો કિનારો છે
છે તું તો જ્ઞાનનો મહાસાગર, તુજમાં એ તો સમાવે છે
છે તું તો સર્વ કળાનો સાગર, તુંજ એનો તો કિનારો છે
છે તું તો સર્વ પ્રકાશનો સાગર, તુજથી જગ તો પ્રકાશે છે
છે તું તો સર્વ શક્તિનો સાગર, જગમાં બધે પથરાયેલો છે
છે તું તો સર્વ સંપત્તિનો સાગર, જગમાં બધે તું છવાયેલો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)