જીવનમાં કર્યા તેં એવા કેવા પાપ, હૈયાંમાં અજંપો વધી ગયો
કર્યા જીવનમાં કોના કોના અપમાન, તારા હૈયાંમાં અજંપો વધી ગયો
ગઈ જીવનમાં સહન શક્તિ તારી ઘટી, તારા હૈયાંમાં અજંપો વધી ગયો
શું દુઃખદર્દની માત્રા ગઈ એટલી વધી, તારા હૈયાંમાં અજંપો વધી ગયો
મચ્યું છે હૈયાંમાં શું શંકાઓનું ઘમસાણ, તારા હૈયાંમાં અજંપો વધી ગયો
અતિ ઇચ્છાઓએ લીધું છે શું હૈયાંને જકડી, તારા હૈયાંમાં અજંપો વધી ગયો
પીવા પડયા છે શું અસફળતાના ઘૂંટડા, તારા હૈયાંમાં અજંપો વધી ગયો
પડી છે શું જોવી જીવનમાં કોઈ અમર્યાદ વાટ, તારા હૈયાંમાં અજંપો વધી ગયો
શું હૈયાંને તારા, ગયા છે વીંધી કોઈ નયનબાણ, તારા હૈયાંમાં અજંપો વધી ગયો
બની ગયો છે શું તું અમર્યાદ આશાનો શિકાર, તારા હૈયાંમાં અજંપો વધી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)