પ્રભુ જો પ્યાર તને હું ના કરતે, પ્યાર જીવનમાં કોને કરતે
જોયા નથી જીવનમાં જ્યાં તને, પ્યાર કરું છું તને તોયે આટલો
જોઈશ જીવનમાં જ્યાં મૂરત તારી, કરીશ પ્યાર તને ત્યારે કેટલો
નિત્ય સંગમ જીવનમાં તો તારા, રહ્યો છું સદા એ તો ઝંખતો
મળીએ જીવનમાં જો એકવાર, રહીશ નિત્ય મિલન તારું ઝંખતો
સાંભળી નથી વાણી જીવનમાં તારી, રહ્યો છું સાંભળવા તલસતો
સાંભળીશ વાણી એકવાર તારી, હશે હર્ષ હૈયાંમાં ત્યારે ના માતો
મળી નજરથી નજર જ્યાં મૂર્તિમાં તારી, ભાન મારું ખોઈ બેઠો
મળશે નજરથી નજર, દઈશ દર્શન ત્યારે, રાહ જોઈ એની બેઠો
રહેવાનું નથી હવે તારા વિના, પ્રભુ શાને આવી નથી તું મળતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)