સોણલા કરવા તો સાકાર, પડશે કરવી તો મહેનત જીવનમાં અપાર
દરકાર વિનાની પણ, કરે છે ઉપરવાળો તો નિત્ય દરકાર
ક્યારેક જીવનમાં પડે છે માનવું, ચાલે છે જીવનમાં કર્મોનો વેપાર
આજનો માનવ કેમ માની રહ્યો છે, કરોડો માઈલ છેટેના બગાડી રહ્યો છે સંસાર
શોધતો રહ્યો છે માનવ હરેકના ઉપાય, કેમ ના શોધ્યો એની શંકાનો ઉપાય
સહકાર ને વિશ્વાસના સાંનિધ્યમાં, પડશે કરવું જીવન તો પસાર
પડશે ભૂલવી વેરની વસૂલાત, પડશે કરવી જીવનમાં સહુની દરકાર
અભિમાનને પડશે રાખવું તો છેટું, પડશે જાળવવા સાચા વ્યવહાર
પડશે આપવા તો સોણલાને આકાર, કરવા હશે જીવનમાં એને સાકાર
સોણલા તો છે તારા, કરવા છે એને સાકાર, પડશે દેવા તારે આકાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)