છું દીવાનો, છું પરવાનો, પરમ મહોબતના તો ખજાનાનો
જલાવી દીવડો પ્રેમનો તો દિલમાં, નીકળ્યો છું ખજાનો શોધવાને
કરશે લાખ કોશિશો તોફાનો બુઝવવા, એમાં નથી એ બુઝાવાનો
મહોબતના રૂપે રૂપે, રહ્યો માનવ જીવનમાં બનતો એનો પરવાનો
દુઃખદર્દમાં બનુ ના દીવાનો, પ્રેમનો તો બન્યો જ્યાં દીવાનો
મહોબતની જલાવી જ્યોત, બન્યો એનો દીવાનો ને પરવાનો
છે દિલ તો પ્રેમની ગુફા, છે એમાં તો મહોબતનો ખજાનો
ના વેર ના લોભના છે આકર્ષણ આકર્ષણ છે મહોબતના
દિલને ધડકાવનારી છે ધડકન એમાં, છે મહોબતના રણકારો
છે જીવન મારું, લાગ્યા સહુ મને મારા, છે એ મહોબતનો ચમકારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)