રહે હૈયાંમાં અતૂટ ભાવો ને અતૂટ ભાવો હૈયાંમાં જ્યાં માડી
મારા હૈયાંમાં તો (2) ત્યાં નિત્ય નોરતાં છે
વૃત્તિઓ રમી રહી છે નિત્ય રાસ દિલમાં, મેળવે તાલ તારા તાલમાં માડી
જાગે હૈયાંમાં તો મારા, લયબદ્ધ વિચારો તારા તો માડી
નજર રહે ફરતી જગમાં, જોય બધે રાસ રમતી તને રે માડી
મારા હૈયાંના આકાશમાં રે માડી, તારલિયા રૂપે રાસ રમે તું માડી
વાયરાના વિંજણામાં સંભળાય માડી, તારી ઘૂઘરીના ઘમકાર રે માડી
મારા હૈયાંની ધડકને ધડકને સંભળાય માડી, તારી ઠેસના રણકાર રે માડી
મારી આંખોના પલકારમાં દેખાય માડી, તારી આંખોના ચમકાર રે માડી
પવનની લહેરિયોમાંથી વહે તારા ગરબાના મધુર ગાન રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)