લઉં મીઠી નીંદ તારી યાદમાં, `મા' કર્મોમાં સજાગ મને રાખજે
વીસરું ના નામ જીવનમાં તારું `મા', જીવન સદા ધર્મમય રાખજે
ના શબ્દો કાઢું જીવનમાં એવા, બની તીર વીંધે હૈયાં સમજ એની આપજે
માંડુના ભક્તિની હાટડી જીવનમાં, વિશુદ્ધ ભક્તિ એવી આપજે
તનની સુંદરતામાં ના ભાન ભૂલું, દિલની સુંદરતા એવી આપજે
વાણીમાંથી નીકળે ના વાક્યો ખોટા, નિત્ય વાક્યો એવા બોલાવજે
નિત્ય તને નીરખ્યા કરું જીવનમાં, દૃષ્ટિ મને એવી આપજે
હાથ પગ રાખું સ્વસ્થ સદા, સત્કર્મોમાં સદા એને વાળજે
મનને નીરંતર રાખું તારા ચરણોમાં, સ્થિરતા એવી તો આપજે
જગમાં જીવન છે તારા મિલનનું આંગણુ, સ્વચ્છ એને રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)