જ્યાં જગજનની મળશે તને સાથ, ત્યાં તું મૂંઝાય છે શાને
એને યાદ કરનારનાં કરે છે એ કામ, ત્યાં તું મૂંઝાય છે શાને
એને દ્વારે આવેલાને ના કરતી નિરાશ, ત્યાં તું મૂંઝાય છે શાને
કંઈક પાપીઓના પણ કરતી ઉદ્ધાર, ત્યાં તું મૂંઝાય છે શાને
તારે છે એ કંઈક ડૂબતાની નાવ, ત્યાં તું મૂંઝાય છે શાને
કંઈક દુખિયાની બની છે એ આધાર, ત્યાં તું મૂંઝાય છે શાને
દોડી છે એ તો ભક્તોનો સુણીને પોકાર, ત્યાં તું મૂંઝાય છે શાને
કંઈક રોગીઓના રોગનો કર્યો છે નાશ, ત્યાં તું મૂંઝાય છે શાને
પ્રાણી માત્ર પર કરતી અનહદ ઉપકાર, ત્યાં તું મૂંઝાય છે શાને
આપણે દેવાને બે હાથ, દેવા એને હજાર હાથ, ત્યાં તું મૂંઝાય છે શાને
જરૂર પડતાં છે એની પાસે ભંડારોના ભંડાર, ત્યાં તું મૂંઝાય છે શાને
સદા રહેતી આનંદમાં, છે આનંદનો ભંડાર, ત્યાં તું મૂંઝાય છે શાને
યાદ કરતાં દર્શન દેવા આવે એ તત્કાળ, ત્યાં તું મૂંઝાય છે શાને
નથી ખાલી એના વિના નામ કે ધામ, ત્યાં તું મૂંઝાય છે શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)