પ્રેમને પોંખવા કર્યો પ્રભુએ નિર્ધાર, ચાલ્યા જગમાં પોંખવા
આવ્યા એ કાજે આ નીજ સંસાર, આવ્યા પ્રભુ પોંખવા
આવ્યા દુઃખિયારી માડીને દ્વાર, હતો હૈયાંમાં જેનો વલોપાત
હતા સંતાનો ના દુષ્ટ વ્યવહાર, હતો જાગ્યો માતામાં કુભાવ
વધેલો હસ્ત આગળ લીધો પાછળ, જોઈને એવા ભાવ
ચાલ્યા ત્યાંથી દુઃખિયારી બેનડીને દ્વાર, આવ્યા એને પોંખવા
હેત હતો, પ્રીત હતી બંધુ પ્રત્યે, હૈયાંમા હતો લોભ ભારોભાર
ગઈ આતુરતા પોંખવા એને, નિરાશામાં ગઈ એ બદલાઈ
ચાલ્યા ત્યાંથી ભજનિકને દ્વાર, ચાલ્યા એને તો પોંખવા
વાંચ્યા આંખમાં એના જોયા હૈયાંમાં છુપાયેલો લોભ ભારોભાર
આવ્યા હતા જગમાં પોંખવા પ્રભુ, પોંખ્યા વિના લીધી વિદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)