વહી ગયાં એ વહી ગયાં, આંખોમાંથી આંસુ આજે વહી ગયા
સમાવી ના શક્યા આંસુઓને આંખો, દડદડ એ તો વહી ગયા
ઘા લાગ્યા હૈયાંને, મનડાં ના ચૂપ બેઠા, દેવા સાથ આંસુઓ વહી ગયા
મળ્યા સંદેશા નજરોને, હૈયાંની વ્યથાને દેવા સાથ, ના પાછળ એ રહ્યાં
બનાવો જગમાં બનતા રહ્યાં, નજર સંપર્કમાં રહ્યાં, હૈયાં સહન ના કરી શક્યા
હતું હૈયાંને ને નજરોને છેટું, દુઃખમાં આંસુઓએ સાથ નિભાવ્યા
પુરાણી યાદોમાં હૈયું ત્રસ્ત બન્યું, ઝીલી ભાવના દડદડ આંસું વહી ગયા
દુઃખદર્દમાં હૈયું જ્યાં કણસ્યું, આંસુઓ પૂછવા ખબર વહી ગયા
માયો ના હર્ષ જ્યાં હૈયાંમાં, આંસુઓ રહ્યાં ના પાછળ, એ વહી ગયા
કદી કદી ના વહી શક્યા, ના રોકાયા આંખોમાં, મોતી બની ચમકી રહ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)