શું લેવું, શું ના દેવું, નિત્ય મનમાં ભાંજગડ એની ચાલે છે
જગમાં તો, જગમાં તો મનમાં મનનો વેપાર તો ખૂબ ચાલે છે
કોની સાથે કેમ અને કેટલો રાખવો વ્યવહાર ગડમથલ તો ચાલે છે
મન ના રહે, ના રહે આરામમાં નિત્ય એનો વેપાર તો ચાલે છે
કદી બાંધે પ્રીતની રાખડી, કદી વેરની આગ તો એ તપાવે છે
મન રહે ફરતું જગમાં, વ્યાખ્યા સુખની એમાં બદલાતી જાય છે
મન નચાવે, જીવન નાચે એના તાલે, જીવન એમાં થાકતું જાયે છે
મન ઇચ્છાઓના ઢગ કરી ઊભા, થાતા ના પૂરા દુઃખી થઈ જાયે છે
અનેક પ્રવૃત્તિઓનું પ્રેરક બળ મન, ક્યારેક તો ખૂબ મૂંઝાઈ જાય છે
નિત્ય પ્રવૃત્તિઓમાં રહેતું મન, કાંઈ ને કાંઈ વેપાર કરતું જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)