ભજી લે તું એવા દાતાને, ગરજ્યા વિના તો જે વરસી રહ્યાં
વિશાળ હૈયાંના છે એ એવા, માનવની ભૂલો તો જે ભૂલી ગયા
વસાવ્યા ના ભલે એને હૈયે, સહુને તો એણે તો હૈયે વસાવ્યા
પ્રેમના તાંતણે સહુને બાંધી, જગમાં સહુને પ્રેમમાં નવરાવી રહ્યાં
ના ભેદતણા છે દરબાર એવા, સહુ પર અમીદૃષ્ટિ સરખી નાંખી રહ્યાં
આનંદ ને સુખતણા ભંડાર એના છે ભર્યા ભર્યા, સહુ કાજે રાખ્યા સરખા ખુલ્લા
નથી એના ત્રાજવા જુદા, તોલે જગમાં કર્મો તો સહુના એક સરખા
નથી કોઈ સાથે એને વાંધા, સહુ સાથે છે વ્યવહાર એક સરખા
નથી જગમાં એ કોઈને છેતરતાં, નથી જગમાં કોઈથી છેતરાતા
ભજી લે તું એવા દાતા રહ્યાં છે પ્રેમની નદી નિત્ય વહેવડાવતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)