જીવનમાં યાદ આવે મને મારી બા, નિત્ય યાદ આવે મને તું જગદંબા
પ્રભાત ઊગે ને ઇચ્છાઓના સૂરો બોલે, તારા વિના, કોણ પૂરા એને કરે
કિરણે કિરણે રચું સોનેરી સપનાઓ, તારા વિના, કોણ પૂરા એને કરે
તનડું દીધું માતપિતાએ, દીધું મનડું અને પૂર્યા એમાં પ્રાણ તો તેં
વગર પાંખે જગ આંખુ ફરું, કેમ કરી ભૂલુ જગદંબા તો તને
દીધું નાજુક હૈયું મા, તેં તો મને, ઝીલું એમાં તો તારા ભાવોને
પ્રેમના કાચા તાંતણે બાંધીને, બાંધ્યા જગમાં `મા' તેં તો સહુને
વિના દૃષ્ટિએ રહે તું તો જોતી, પહોંચી ના શકે જગમાં કોઈ તને
સુખદુઃખ હૈયાં સહુના ઊછળતા રહે, જગમાં ચાહે સહુ તો તને
માનવ માત્રની છે તું તો શક્તિ, કેમ કરીને ભૂલી શકાય તને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)