હરેક ચીજમાં બંધન હું તો નીરખું, મુક્તિ તો છે મારી પહેલી પસંદગી
સવાર સાંજ તો માડી, નિત્ય તો તને કરું મુક્તિ કાજે તો બંદગી
નથી જાણતો છે જગમાં શું એવો નિયમ, પહેલી પસંદગી મળે તો છેલ્લી
દુઃખ તો નથી કાંઈ જીવનની મારી પસંદગી, આવી મળી છે એ તો પહેલી
સગાસંબંધી તો જગમાં તેં આવ્યા, ચાલી ના એમાં તો કાઈ મારી પસંદગી
રહ્યો અટવાતો પસંદગીને પસંદગીમાં, કરી ના શક્યો જીવનમાં પસંદગીની પસંદગી
રહી ફરતીને ફરતી પસંદગી જીવનમાં, ગણવી કઈ જીવનમાં સાચી પસંદગી
પસંદગીના ભર્યા છે ભંડાર તો હૈયાંમાં, મૂંઝાયો છું, દેવી એમાં તો કોને પસંદગી
ત્રાસતો ગયો બંધનોથી જ્યાં જીવનમાં, છૂટી આસક્તિ, મુક્તિ બની તો પહેલી પસંદગી
હશે બંધનો બન્યા જ્યાં ભારીને ભારી, જીવનમાં મુક્તિ બની ગઈ મારી પહેલી પસંદગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)