આકારને જોવાને ટેવાયેલી આંખો, નિરાકારમાં સાકાર ગોતે છે
વિખરાતા ને સર્જાતા વાદળોના આકારમાં, જાણીતા આકાર ગોતે છે
હરેક આકારને નામ આપી, માનવ હરેક નામમાં તો આકાર ગોતે છે
હરેક દર્દને જુદું નામ આપી, વૈદ એમાં તો એનું નિદાન ગોતે છે
હરેક આકાર વિચાર જગાવે છે, હરેક વિચાર તો એને આકાર આપે છે
આકારો ને આકારોના આંખ સામેના નર્તન તો એક કથા રચે છે
આંખો તો આકારોના પરિચયમાં આવી, પરિચિતપણું તો ગોતે છે
હરેક નાના બાળકના આકારમાં મા-બાપ, સગા સંબંધીઓના આકાર ગોતે છે
શાસ્ત્રોને શાસ્ત્રોની વાતોમાંથી ચિત્રકાર તો પ્રભુનો આકાર ગોતે છે
આકારને સાકારમાં નિરાકાર ગૂંચવાયું, મૂંઝવણ એની એ બની જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)