ધરતી હજી વાંઝણી નથી થઈ, સંતો પાકે છે ને ભક્તો જન્મે છે
કોઈ પુણ્યશાળીના પ્રતાપે, એના પુણ્યે, પાપીઓના ભાર તો એ સહન કરે છે
રહ્યો છે મારતો માનવ લાત ધરતીને, તપ્યા તાપણા, સહન એ તો કરે છે
કૂડકપટ ને લોભમાં ઈન્સાનોએ, કર્યા ટુકડા ધરતીના સહન એ તો એ કરે છે
નાકામિયાબીઓનો ગુસ્સો, ધરતી પર પગ પછાડી કાઢે છે, સહન એ તો એ કરે છે
ધરતી પર અવતારીઓ જન્મ્યા, કરી લીલા, એના આનંદમાં સહન તો એ કરે છે
સાચા પ્રેમના બુંદ મળ્યા બે પીવા, એના સંતોષમાં તો એ સહન એ કરે છે
કંઈક વિશાળ હૈયાંની માનવતાને દેવાને દાદ, ધરતી તો એ સહન કરે છે
અનેક કિલ્લોલતા બાળ, સુણવા એના હર્ષનાદ ધરતી તો એ સહન કરે છે
કરી સેવા એની જેણે જીવનમાં જ્યાં ના દીધી લાજ, સહન તો એ કરે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)