મારે તો મારા પ્રભુ સાથે તો પૂરી નિસ્બત છે
શ્વાસેશ્વાસનો છું ઋણી, માટે એનો ઋણાનુબંધ છે
વિચારેવિચારમાં છે વાસ એનો, મારું અસ્તિત્ત્વ એનું છે
ભૂલુ હું ભલે એને, ના ભૂલ્યા એ મને, એવો વ્યવહાર છે
કરી કરીને ચિંતાઓં મારી, ચિંતામુક્ત મને એ રાખે છે
જઈશ ગોતવા બીજો, જગમાં પ્રભુ જેવા ના મળવાના છે
હર હાલતમાં એ હેત વરસાવે, દિલ એના એવા ન્યારા છે
પ્રેમનું કરીને દિલમાં સિંચન, પ્રેમના પ્યાલા પાનારા છે
દઈ દિલ લે છે દિલ, એવા એ તો દિલના સોદાગર છે
છું હું એનો, છે એ મારા, સંબંધો એ સાચવનારા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)