અમે એવા નથી, અમે એવા નથી, અમે તો એવા નથી,
ધારો છો તમને અમને જેવા એવાં તો અમે નથી
ધારીએ છીએ અમને અમે જેવા, અમે તો એવા નથી
બનવા ચાહ્યું જગમાં અમે જેવા, એવા અમે બન્યા નથી
બનવું ના હતું જગમાં તો જેવા, એવા બન્યા વિના રહ્યાં નથી
દુઃખ સુખના કિનારા વચ્ચે ચાલે નાવ અમારી, કોઈ કિનારે લાંગર્યા નથી
સ્થિરતાની કરી વાતો ખૂબ જીવનમાં, ભટક્યા વિના જીવનમા રહ્યાં નથી
બડાશોને બડાશોમાં રહ્યાં અમે ડૂબ્યા, બડાશો માર્યા વિના રહ્યાં નથી
છેતર્યું જગને ઘણું ઘણું, છેતરાયા વિના અમે એમાં રહ્યાં નથી
કરીએ વ્યાખ્યા અને વર્ણન, પ્રભુના ઘણા, એને અમે હજી જોયા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)