પ્રીતને પાંખ ફૂટી હૈયાંમાં અમારા, પહોંચ વિનાની પ્રીત કરી બેઠા
સાગર સંગ પ્રીત જોડી, ના અમે ભેટી શક્યા, ના સમાવી શક્યા
આંખમિચોલી ખેલી તો ચંદ્ર સંગે, ના અમે ત્યાં તો પહોંચી શક્યા
ના હૈયેથી એને હટાવી શક્યા, ના હૈયાંને એમાં સંભાળી શક્યા
તારલિયા સંગે તો પ્રીત લાગી, દિનમાં તારલિયા તો ગોત્યા
ઉઘાડી અને બંધ આંખે તો સ્વપ્ન અમે એના જોતાં રહ્યાં
પ્રીતે પ્રીતે હૈયાં એમાં તો મસ્તાન બન્યા, જાળવવા મુશ્કેલ એને બન્યા
હતી પહોંચ કે ના હતી જીવનમાં, જીવનમાં એ પણ વીસરી ગયા
પ્રીતની પાંખે જ્યાં ઉડયા અમે, પ્રીતની ડાળીએ જઈ અમે બેઠાં
નજરમાં પ્રીત સમાણી, હૈયાંમાં જાગી, પ્રીત અમે તો કરી બેઠાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)