જમાનો હવે તો એવો રહ્યો નથી, આંખમાં શરમ તો રહી નથી
પ્રેમની પ્યાસ તો બુઝાઈ નથી, પ્રેમનો તરસ્યો તો મર્યો નથી
રહ્યો છે સંબંધો વધારતો, સંબંધોમાં તો હવે ઉષ્મા રહી નથી
પળેપળે ઇર્ષ્યા ને વેર જલે આંખોમાં, આંખો નિર્મળ રહી નથી
સુખ સંપત્તિના વધારીને સાધનો, જીવનમાં તો સુખી બન્યો નથી
અન્યના દુઃખે દુઃખી થાવા, જગમાં હવે તો કોઈ તૈયાર નથી
બીનઆવડતને ઢાંકવા કરે કોશિશો, જલદી હવે કોઈ ઢાંકી શકતા નથી
લાલસાઓ રહી છે વધતીને વધતી, અપેક્ષા એને હવે પહોંચી શકતી નથી
વ્હેચીંને કોઈએ તો ખાવું નથી, ઝૂંટવી લેતા તો કોઈ અચકાતું નથી
ડગલે ને પગલે મળે જોવા રૂપેરી નકશાઓ, ખેંચાયા વિના કોઈ રહ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)