યાદોની ગલીઓમાં રહ્યો ફરતો યાદમાં, તારો પ્યાર યાદ આવે છે
હતું ના જે નજરમાં, નજરમાં આવી વસ્યું, એ પ્યાર ભરી ગલીઓ યાદ આવે છે
પ્યાર જે દર્દ જગાવી ગયું દિલમાં, દર્દ ગયું, હવે તો પ્યાર યાદ આવે છે
હતી આશા જે પ્યારની, મળ્યો ના મળ્યો, મળ્યો જે પ્યાર, એ યાદ આવે છે
કરી ચડ ઊતર ઘણી સીડીઓ પ્યારની, એ પ્યારની સીડીઓ યાદ આવે છે
હતા પ્યારના સંકેત ઘણા, હરેક સંકેતમાં તો એ પ્યાર યાદ આવે છે
પીધું પ્યારનું બિંદુ, પ્યારનો સાગર બન્યું હૈયું, સદા એ પ્યાર યાદ આવે છે
દુઃખદર્દના ધામને પડયું છેટું, પ્યારથી ભર્યું જ્યાં હૈયું એ પ્યાર યાદ આવે છે
હતું પ્યાર વિના હૈયું સૂનું, કર્યું ત્યારે ઝળહળતું, એ પ્યાર યાદ આવે છે
રહ્યાં ના હવે નયનોમાં અશ્રુબિંદુ, બની ગયા પ્યારના બિંદુ, એ પ્યાર યાદ આવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)