દિલના દર્દની દુનિયા છે જુદી, દેખાયે ન ઘા, પીડા તોયે ઘણી
પ્રેમના તીરે વીંધાયું જ્યા હૈયું, નીકળ્યું ના લોહી, ગયું દુનિયા ભૂલી
એની દુનિયાની મસ્તીમાં ગયું મસ્ત બની, ગયું જગને ત્યાં વીસરી
એ દર્દની મીઠાશ જેને મળી, એ દર્દ તો એ દર્દની તો દવા બની
દિલને લાગી એ તો દવા જાણી છે એવી એ તો દિલની દિલ્લગી
દિલની પુકાર તો જ્યાં દિલે ઝીલી કદી બન્યું સૂનમૂન, બન્યું કદી રાજી
દર્દ ઝીલી ઝીલીને પણ દિલે તો પોતાના દિલની તો એક સૃષ્ટિ રચી
રાજી ના રહ્યું ના જે દિલ તો એમાં, બન્યું જીવનમાં એ તો દુઃખીને દુઃખી
દર્દ વિનાનું ના કોઈ દિલ મળશે, જીવનમાં પડશે દર્દની દુનિયા જીવવી
દિલ વિનાનો ના કોઈ માનવ મળશે, રાખવું પડશે દિલને તો જાળવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)