જાવું નથી તે મારે મથુરા કે કાશી, હૈયાંમાં વસે છે જ્યાં મારો અવિનાશી
વસ્યા છે જ્યાં મારા ઘટમાં તો જ્યાં, મારા ઘટ ઘટના રે વાસી
જાગી છે જ્યોત પ્રભુ પ્રેમની હૈયાંમાં, બન્યું છે હૈયું ત્યાં પ્રેમનું પ્યાસી
કર્મોએ તો બનાવ્યા છે જગમાં તો અમને, આ મૃત્યુલોકના નિવાસી
રાખ્યા ના કર્મોને કાબૂમાં જ્યાં, કર્મોએ ત્યાં બનાવ્યો જનમ જનમનો પ્રવાસી
રહ્યો તનડાંને તો ધામ બનાવતો, બની ગયો એમાં એ ધામેધામનો ધામી
પ્રવાસે પ્રવાસે રહી કામનાઓ વધતી, બની ગયો એમાં કામનાઓનો કામી
પ્રવાસે પ્રવાસે રહ્યાં મળતા પ્રવાસીઓ, ગયો બની એમાં એનો સહવાસી
જઈશ જગમાં જ્યાં જ્યાં હું, દઈશ બનાવી મારા આત્માને મારો સાથી
જવા ના દઈશ અવિનાશીને મારા હૈયાંમાંથી દઈશ બનાવી હૈયાંને મારા મથુરા ને કાશી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)