પ્રભુ પાસે જાય જ્યારે તું, ભૂલજે ના ત્યારે તું એટલું
એના અંતરની સુવાસ, અંતરમાં તારા ફેલાવજે એને તું
કરવું ના ભૂલતો તું આટલું, કરવું આટલું ભૂલતો ના તું
કરવા બેઠો છે જીવનમાં જ્યાં પ્રભુના પ્રેમનું પાન તો તું
અન્યને તારા પ્રેમનું તો પાન કરાવજે તો તું
પ્રભુના વિચારોમાં મગ્ન થવા બેઠો છે જીવનમાં તો જ્યાં તું
ત્યજી દેજે અન્ય વિચારોને, લેજે પ્રભુના વિચારોને તો તું
પ્રભુ સાથે બાંધવા બેઠો છે જીવનમાં જ્યાં નાતો તું
ભૂલી જાજે જીવનમાં, જગના અન્ય સંબંધોને તો તું
વિશુદ્ધ ભાવોમાં જ્યાં ડૂબવું છે, ભાવોની ખિચડી ના પકાવજે તું
લે હૈયાંમાં ઉપાડો અંહ તો જ્યારે, રાખજે યાદ એક વાત તું
આ વિશાળ વિશ્વમાં એક નાનું બિંદુ તો છે તું
જાગે ઇર્ષ્યા મનમાં જ્યારે કરજે ઇર્ષ્યા પ્રભુની તો તું
પ્રભુ જેવો જીવનમાં કેમ ના બની શક્યો તો તું
કરજે ઇર્ષ્યા પ્રભુના સદ્ગુણોની, પહેરજે ના દુર્ગુણોની માળા તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)