સલામત છે, સલામત છે, સલામત છે
હૈયું સલામત તો છે જેનું, જીવન એનું તો સલામત છે
મન જેનું તો સલામત છે, જગ એનું તો સલામત છે
વિચારો તો જેના સલામત છે, રાહ એની તો સલામત છે
નજર તો જેની સલામત છે, દિશા એની તો સલામત છે
પગ તો જેના સલામત છે, પ્રવાસ એનો તો સલામત છે
બુદ્ધિ તો જેની સલામત છે, કાર્યો એનાં તો સલામત છે
પેટ જેનું તો સલામત છે, શક્તિ એની તો સલામત છે
વિવેક જેનો તો સલામત છે, સંસાર એનો તો સલામત છે
હૈયું તો જેનું સલામત છે, જીવન એનું તો સલામત છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)