આવી જાય છે, જાગી જાય છે, જીવનમાં રે, આમ થાતુંને થાતું તો જાય છે
કરું કોશિશ, કાબૂમાં ક્રોધને તો લેવા, એ તો આવી જાય, એ તો જાગી જાય છે
ઇર્ષ્યાથી રહેવું છે દૂરને દૂર તો જીવનમાં, તોયે એ તો આવી જાય છે, જાગી જાય છે
શંકાને પાસે આવવા દેવી નથી રે જીવનમાં, તોયે એ તો આવી જાય છે, જાગી જાય છે
વાસ્તવિક્તાને સ્વીકારવી છે રે જીવનમાં, કલ્પના તોયે આવી જાય છે, જાગી જાય છે
પ્રેમની ધારા રાખવી છે વહેતી રે હૈયાંમાં, ત્યાં વેર આવી જાય છે, જાગી જાય છે
સુખને શોધતોને શોધતો ફર્યો રે જગમાં, દુઃખ ત્યાં આવી જાય છે, જાગી જાય છે
નાથવા ઇચ્છાઓને કરું કોશિશો રે જીવનમાં, ઇચ્છાઓ આવી જાય છે, જાગી જાય છે
જોઈતા નથી સંજોગો જે જે રે જીવનમાં, એ તો આવી જાય છે, જાગી જાય છે
દુર્ભાગ્યને આવકારવું નથી રે જીવનમાં, જીવનમાં એ આવી જાય છે, જાગી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)