પૂછ ના માડી તારા મુખમાં માડી, હું તો શું શું જોતો હતો
તારા મુખમાં માડી, હૈયાંના મારા અરમાનો હું તો જોતો હતો
તારા મુખમાંથી માડી પ્રેમનાં તો ફૂલો, ખરતાં તો જોતો હતો
તારી આંખમાંથી માડી સ્નેહ ઝરતાં, કિરણો તો જોતો હતો
તારા મુખમાં માડી, સપનોની દુનિયાને, સાકાર થતી જોતો હતો
તારા મુખમાં માડી, મારા મૂંઝાયેલા મનનો મારગ જોતો હતો
તારા મુખમાં માડી, કરૂણા વરસાવતી નજર તો જોતો હતો
તારા મુખમાં માડી, મને પ્રેમભર્યે આવકાર તો જોતો હતો
તારા મુખમાં રે માડી, કૃપાનો સિંધુ વહેતો તો જોતો હતો
તારા મુખમાં રે માડી, મારીને મારી છબી તો જોતો હતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)