શું શું ભર્યું છે હૈયાંમાં અમારા, અમને એની ખબર નથી
હૈયાં અમારા તો ખાલી નથી, હૈયાં અમારા તો ખાલી નથી
ઇચ્છાઓના પૂરો, રહ્યાં છે ઉભરાતા હૈયાંમાં, એના પુરાવા વિના બીજું નથી
ભાવેભાવના ખેલાયા ખેલ હૈયાંમાં, ભાવ વિના એ તો રહ્યાં નથી
ગુણ ને ગુણોની રમત રમ્યા, હૈયાં તો એના વિના તો ખાલી નથી
પ્રેમના પરિવારમાં તો ભળ્યા, એના વિના તો એ ખાલી નથી
સુખદુઃખના સાગર ભર્યા છે હૈયાંમાં, એના વિના તો એ ખાલી નથી
ગમાઅણગમા ખૂબ ભર્યા છે હૈયાંમાં, એના વિના એ ખાલી નથી
નીકળે કંઈક વાતો એવી નાંખી દે આશ્ચર્યમાં, એના વિના એ ખાલી નથી
કદી નીકળે પ્રેમ, કદી વેર, નીકળે તો એમાંથી, એના વિના એ ખાલી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)