કંઈક વાત બને જીવનમાં એવી જેને કહેવામાં તો કોઈ સાર નથી
મળે ના એનું ધડ કે માથું જીવનમાં, સમજવી એને તો સહેલી નથી
હોય એક છેડો તો એનો ક્યાં, છેડો બીજો એનો જલદી જડતો નથી
હતું ચિરપરિચીત તો કંઈક એમાં, પરિચય પાકો એનો મળતો નથી
આવી વાતોમાં ગયા તણાઈ અમે, એવુ કહેવામાં તો કોઈ સાર નથી
ખુદ ના તો જે સમજ્યા, સમજાવવાની કોશિશો એને, એમાં કોઈ સાર નથી
ઘૂંટાય કંઈક વાતો મનમાં, જાગે જો શંકા એમાં, એને કહેવામાં કોઈ સાર નથી
હોય ના વાતનો અંત જેમાં, ધીરજ હોય ના હૈયાંમાં, એ શરૂ કરવામાં કોઈ સાર નથી
દિલ હોય ના જે વાતમાં, કહેવી શાને જીવનમાં, એને કહેવામાં કોઈ સાર નથી
જે વાતે દુઃખી કર્યા, હૈયાં તો જ્યાં એમાં જલ્યા, એ કહેવામાં કોઈ સાર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)